સુપ્રીમ કોર્ટે ગંભીર ગૂનાઓના આરોપોનો સામનો કરનારા લોકોને ચૂંટણી લડવાથી દૂર રાખવા માટે થયેલી એક અરજીનો જવાબ આપવા માટે શુક્રવારે કેન્દ્ર સરકારને બે સપ્તાહનો સમય આપ્યો છે. ન્યાયાધીશો સૂર્યકાંત અને દીપાંકર દત્તાની બેન્ચને વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે માહિતી આપી હતી કે, આ અરજીના પ્રતિસાદમાં કેન્દ્ર તરફથી કોઈ જવાબ દાખલ થયો નથી.