સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે આયોજિત થતી પ્રતિયોગિતા પરીક્ષાઓની પ્રક્રિયા ફૂલપ્રૂફ બનાવવા માટે ઉપાય અંગે ભલામણને લઈ સુપ્રીમ કોર્ટે એક હાઈ પાવર સમિતિની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે, સાત સભ્યોની સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જી એસ સિંઘવી કરશે.
જણાવી દઈએ કે, કોર્ટે આ ચુકાદો વર્ષ 2017ની SSC પરીક્ષા અંગેની સુનાવણી કરતા આપ્યો છે. કોર્ટ તરફથી રચવામાં આવેલી સમિતિમાં ઇન્ફોસિસના પૂર્વ ચીફ નંદન નીલકેણી અને કોમ્પ્યૂટર સાયન્ટિસ્ટ વિજય ભટકર પણ સામેલ છે. સાથે જ સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા અને ભરતી કરવા માટે આગળ વધવાની મંજૂરી આપી છે પરંતુ કોઈ પણ ભરતી મામલાના અંતિમ પરિણામને આધિન હશે.
મહત્વપૂર્ણ છે કે, SSC, CGL અને CHSL પરીક્ષાઓનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ 2018ના રોજ આપેલો પોતાનો આદેશ રદ્દ કરી દીધો છે.