સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના બે શહેરોના નામ બદલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ અરજી ફગાવી દીધી હતી.