સુપ્રીમ કોર્ટે મલયાલમ ન્યૂઝ ચેનલ મિડીયાવન પરના પ્રસારણ પ્રતિબંધને દૂર કર્યો છે અને સુપ્રીમ કોર્ટે હકીકતને ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રીય સુરક્ષાનો દાવો કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીકા કરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની નેતૃત્ત્વવાળી ખંડપીઠે મીડિયાવનના પ્રસારણ પર સુરક્ષાના આધારે પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા કેરળ હાઇકોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે.