આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે આ કેસમાં રજૂ કરવામાં આવેલા બંનેના એફિડેવિટ ક્યાં છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.
તેના પર કોર્ટે કહ્યું કે આ કોર્ટની કાર્યવાહી છે. આને હળવાશથી ન લઈ શકાય. અમે તમારી માફી સ્વીકાર ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં બીજા દિવસે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિએ પ્રેસ કોન્ફરન્સ કરી. માત્ર માફી માંગવી પુરતી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને પતંજલિની જાહેરાત છપાઈ રહી હતી. તમે બે મહિના પછી કોર્ટમાં હાજર થયા છો.