સુપ્રીમકોર્ટ પુરી રથયાત્રા પર રોકના તેના આદેશમાં સુધારાની માગ સાથે થયેલી અરજીઓ અંગે સોમવારે સુનાવણી કરશે.
કોર્ટે 18 જૂને પુરી સહિત રાજ્યમાં વિવિધ સ્થળે નીકળતી રથયાત્રા પર રોક લગાવતાં કહ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં આટલી ભીડને મંજૂરી ન આપી શકાય. તે માટે ભગવાન જગન્નાથ અમને માફ કરે.
સુપ્રીમકોર્ટમાં 4 રિવ્યૂ પીટિશન દાખલ થઇ છે, જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે ચેમ્બરમાં સુનાવણી કરશે. જગન્નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરની રોક હટાવવા માગ કરી છે.
જગન્નાથ મંદિર સમિતિએ કહ્યું કે રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથયાત્રાના આયોજન અંગે કરાયેલા સૂચનોને નજરઅંદાજ કરતા આ સ્થિતિ સર્જાઇ છે.
વિશ્વ હિન્દુ પરિષદે એમ પણ કહ્યું કે સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય લેતાં પહેલાં તમામ સંબંધિત પક્ષકારોને સાંભળવા જોઇતા હતા. મૂળે ઓડિશા સરકાર સુપ્રીમકોર્ટમાં તમામ પાસાં બરાબર રીતે રજૂ કરી શકી નથી.