મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે સોમવારે વિધાનસભામાં લાલજી ટંડનનું અભિભાષણ થયું. તેમના અભિભાષણ બાદ તરત જ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં કમલનાથ સરકારને અલ્પમતમાં ગણાવતાં ફ્લોર ટેસ્ટની માંગવાળી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તરફથી દાખલ અરજીમાં આગામી 48 કલાકની અંદર મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર મંગળવારે સુનાવણી થવાની શક્યતા છે.