સુપ્રીમ કોર્ટ વિવાદોથી ઘેરાયેલ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2024થી સંબધિત અરજીઓ પર આજે સુનાવણી કરશે. આ અરજીઓમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (નીટ-યુજી)ની પાંચ મેના રોજ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપવાળી અને તેને ફરીથી લેવાની માગ કરતી અરજીઓ પણ સામેલ છે.
કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ શુક્રવારે કોર્ટમાં જણાવ્યું હતું કે કોઇ પુરાવા વગર આ પરીક્ષા રદ કરવામાં આવશે તો તેની ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે કારણકે આનાથી લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી શકે છે.