નિર્ભયા ગેંગરેપના ચાર દોષિતોમાંથી વિનય કુમાર શર્મા અને મુકેશ સિંહે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી. જે સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને 14 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી કરવામાં આવશે. જણાવી દઈએ કે અગાઉ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્મા સામે ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. કોર્ટે ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસી આપવાનો નિર્ણય આપ્યો છે.