સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના દર્દીઓની સારવાર અને તેનાથી થઈ રહેલા મોત બાદ મૃતદેહોના અંતિમ સંસ્કારની પદ્ધતિ પર શુક્રવારે સુનવાણી કરી હતી. 3 જજોની બેંચે દિલ્હીની સરકારી હોસ્પિટલની ઝાટકણી કાઢતા કહ્યું કે, અહીંયા કોઈને મૃતદેહની ચિંતા જ નથી.મૃતકના પરિવારને જાણ નથી કરાતી અને તેમને અંતિમ સંસ્કારમાં પણ બોલાવાતા નથી. આ બધું ચાલી શું રહ્યું છે?
જસ્ટિસ એમઆર શાહે કડક શબ્દોમાં કહ્યું કે, જો લાશ કચરાના ઢગમાંથી મળી રહી હોય તો તેનો અર્થ છે કે માણસ સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કરાઈ રહ્યું છે. કોર્ટે તમામ રાજ્ય સરકાર, દિલ્હી સરકાર અને રાજધાનીના લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલને આ અંગે જવાબ આપવા માટે કહ્યું છે. સર્વોચ્ચ અદાલતે રાજ્યોના મુખ્ય સચિવને પણ દર્દીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સ્થિતિને જોવા અને તેનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.