પોતાની પુત્રી શીના બોરાની હત્યાની મુખ્ય આરોપી ઈંદ્રાણી મુખર્જીને મોટી રાહત મળી છે. સાડા છ વર્ષનો જેલવાસ મોટો સમય કહેવાય અને કેસ લાંબો ચાલે એવી શક્યતા હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટે બુધવારે ઈંદ્રાણી મુખર્જીને જામીન આપ્યા છે. શીના બોરાની હત્યાના આરોપસર ઈંદ્રાણીની ૨૦૧૫માં અટકાયત કરવામાં આવી હતી. ઈંદ્રાણી ત્યારથી જ ભાયખલા મહિલા જેલમાં છે. અગાઉ સીબીઆઈની કોર્ટે અનેકવાર ઈંદ્રાણીને જામીન નકાર્યા હતા.
ન્યાયાધીશ એલ નાગેશ્વરા રાવની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું કે ૨૦૧૫થી ઈંદ્રાણી જેલવાસ ભોગવી રહી છે અને કેસ ટૂંક સમયમાં પૂર્ણ થાય એવી શક્યતા નથી કારણ કે ૨૩૭ સાક્ષીઓમાંથી હજી માત્ર ૬૮ની ચકાસણી થઈ છે.