દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ, ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી.