કેન્દ્ર સરકારે જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે મંજૂરી આપી છે. કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુએ આ અંગે માહિતી આપી કહ્યું કે, ભારતના બંધારણ હેઠળની જોગવાઈઓ અનુસાર, ભારતના રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના બે મુખ્ય ન્યાયાધીશોને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરી છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.