જ્ઞાનવાપી કેસમાં મસ્જિદ પક્ષની એક અરજીને સુપ્રીમકોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. મસ્જિદ પક્ષ તરફથી સુપ્રીમકોર્ટમાં જ્ઞાનવાપી કેસને અલ્હાબાદ હાઈકોર્ટની જગ્યાએ કોઈ અન્ય હાઈકોર્ટને સોંપવા માટે અરજી કરાઈ હતી. જેને સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. મસ્જિદ પક્ષ તરફથી અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમકોર્ટમાં અરજી કરાઈ હતી.