કોરોના મહામારીના સમયગાળામાં એમ્બ્યુલન્સ સેવાઓમાં ચાલતી ઉઘાડી લૂંટને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશના તમામ રાજ્યોને કોરોનાના દર્દીઓ માટે વાજબી દરે એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. કોરોનાના દર્દીઓ પાસેથી લેવાતાં બેફામ ચાર્જ પર ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં લઈ જવા માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ બને તે રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કોરોનાના દર્દીઓ માટેની એમ્બ્યુલન્સ સેવાઓના વાજબી દર નક્કી કરવા પણ આદેશ આપ્યો છે. એમ્બ્યુલન્સ સેવાઓમાં ચાલતી ઉઘાડી લૂંટ પર ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો કોરોનાના શંકાસ્પદ અથવા તો સંક્રમિત દર્દીને ટ્રાન્સપોર્ટે સેવા આપવા સહિતના કોવિડ-૧૯ના વિવિધ માપદંડો પર કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંક પ્રોસિજરનો અમલ કરવા બંધાયેલી છે. એમ્બ્યુલન્સની સંખ્યા અને ક્ષમતા વધારવાના સંદર્ભમાં યોગ્ય પગલાં લેવા અને એસઓપીના પાલન માટે રાજ્ય સરકારો બંધાયેલી છે. રાજ્ય સરકારો તમામ એમ્બ્યુલન્સ માટે વાજબી દર નક્કી કરે અને તે દરે દર્દીઓને એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.