સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને બેચલર ઓફ એજ્યુકેશન (બી.એડ) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાજ્યના રહેવાસીઓને ૭૫ ટકા અનામત આપવાની નીતિ પર ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમે નોંધ્યું હતું કે, આ બાબતને જથ્થાબંધ અનામત કહેવાય છે, જે ગેરબંધારણીય છે.