Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ મામલાને લઈને ગુરુવારે 32માં દિવસે સુનાવણી થઈ છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારને પૂછ્યું કે તેમને દલીલ પુરી કરવામાં હજી બીજો કેટલો સમય લાગશે. મામલાની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બેન્ચે કહ્યું કે આ બધુ 18 ઓક્ટોબર સુધીમાં પુરી થવું જોઈએ. કારણ કે તેના પછી એક પણ દિવસ વધારાનો સમય આપવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટે કહ્યું હતું કે તે આ મામલાની સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પુરી કરવા માંગે છે, જેથી ચૂકાદો લખવામાં 4 સપ્તાહનો સમય મળે.

CJIએ કહ્યું કે 18 ઓક્ટોબર બાદ દિવાળીની એક અઠવાડિયાની રજા પણ છે. બીજી તરફ હિંદૂ પક્ષના વકીલ સીએસ વૈધનાથને કહ્યું કે હિંદૂ પક્ષકારોના સવાલ-જવાબમાં ચાર દિવસ લાગશે. 28 સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે અમે રિજોઈન્ડર દાખલ કરીશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ