સુપ્રીમ કોર્ટે લિવિંગ વિલ દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓને હવે દૂર કરી દીધી છે. લિવિંગ વિલ તૈયાર કરવાની જે પ્રક્રિયા હતી તે અત્યંત જટિલ હોવાની ફરિયાદો બાદ સુપ્રીમ કોર્ટે તેની ગાઇડલાઇનમાં સુધારા કરવાનો નિર્ણય કર્યો હતો. આખરે આ સુધારા કરી લેવામાં આવ્યા છે તેથી હવે લિવિંગ વિલ તૈયાર કરવી અને તેનો અમલ કરવો વધુ સરળ બની રહેશે.
સુુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં આપેલા ચુકાદામાં બંધારણના આર્ટિકલ ૨૧ (જીવવાનો અધિકાર)ને એક મૌલિક અધિકારના રુપમાં માન સાથે મૃત્યુના અધિકારને માન્યતા આપી હતી. જોકે તેમ છતા એક જીવિત વિલ પ્રાપ્ત કરવા ઇચ્છુક લોકો જટિલ ગાઇડલાઇનનો સામનો કરવા મજબૂર થયા હતા. તેમને પડી રહેલી મુશ્કેલીઓનો મામલો બાદમાં કેટલાક લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટ પોતાની ગાઇડલાઇનમાં સુધારા માટે તૈયાર થઇ ગઇ હતી.