બિહારના મોતિહારી જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એકસાથે 15 જેટલા મુસ્લિમ નેતાઓએ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)માંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે. ખરેખર તો વક્ફ બિલ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યા બાદથી જેડીયુની મુશ્કેલી વધી ગઇ છે. મુસ્લિમ નેતાઓનો જેડીયુથી મોહભંગ થતો દેખાઈ રહ્યો છે.