ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 ઓગસ્ટના રોજ યોજનાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. પૂરક પરીક્ષાનો નવો કાર્યક્રમ બોર્ડ હવે પછી જાહેર કરશે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બે વિષયની પૂરક પરીક્ષા આગામી 25થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનારી છે, તેના કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યા નથી.
2 વિષયમાં નાપાસ ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા મોકૂફ રાખવા અંગે જણાવ્યું છેકે, કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે. આ માટે નવેસરથી ઓનલાઇન આવેદનપત્ર મેળવવા અને નવેસરથી બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે તથા ઉમેદવારોને તૈયારી માટે સમય મળી રહે એ માટે પૂરક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.