ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે 'દાદા સાહેબ ફાળકે' અવોર્ડની જાહેરાત કરી છે. જેમાં તેમણે સાઉથ સુપર સ્ટાર થલાઇવા એટલે કે રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરે છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’ સુપરસ્ટાર રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે.