દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં મંગળવારે વિધાનસભાની ચૂંટણી ઓ માટે મતદાન શરૂ થઈ ગયું છે. આસામ, પુડ્ડુચેરી, કેરળ અને તામિલનાડુમાં આજે મતદાન સંપન્ન થઈ જશે. જે બાદમાં બીજી મેના રોજ મગતણતરી યોજાશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં હજુ પાંચ તબક્કાનું મતદાન બાકી રહેશે. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે મંગળવારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થશે.
તમિલનાડુમાં આજે 234 બેઠક પર મતદાન થઈ રહ્યું છે ત્યારે સુપરસ્ટાર કમલ હાસન, તેમની દીકરી શ્રુતિ હાસને વોટિંગ કર્યું હતું. તમિલનાડુના સુપરસ્ટાર રજનીકાંતે પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત વરિષ્ઠ કૉંગ્રેસી નેતા પી ચિદમ્બરમે મતદાન કેન્દ્ર ખાતે વોટિંગ કર્યું હતું. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, "અમારું ધર્મનિરપેક્ષ પ્રગતિશીલ ગઠબંધન એક શાનદાર જીત માટે તૈયાર છે. તામિલનાડુના લોકો હવે બદલાવ ઈચ્છે છે."