સુપર સ્ટાર રજનીકાંતને સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 73 વર્ષીય રજનીકાંતને મંગળવારે વિવિધ પરીક્ષણોમાંથી પસાર થવું પડી શકે છે.
જો કે રજનીકાંતના પરિવાર કે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. દરમિયાન, ચેન્નાઈ પોલીસે જણાવ્યું હતું કે રજનીકાંતને ચેન્નાઈની એપોલો ગ્રીમ્સ રોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.