દિવાળીના તહેવાર પૂર્વે જ વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારે 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમોએ 20 થી વધુ જગ્યાએ સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે જેથી બિલ્ડર ગ્રુપમાં સોંપો પડી ગયો છે.
વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરી હતી . વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના પાર્ટનરોના નિવાસ્થાન તેમજ ઓફિસો ખાતે આજે સવારથી આવકવેરા દરોડાની કામગીરી ચાલી રહી છે.