ઉત્તરપ્રદેશના બલિયામાં મતદાતા યાદી અપડેટ કરવા દરમિયાન ડેટા ઓપરેટરે બોલિવૂડ અભિનેત્રી સની લિયોનીથી લઈને હાથી, કબૂતર અને હરણની તસવીરો લગાવી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ એડીએમ મનોજ કુમાર સિંઘલે જણાવ્યું કે ડેટા ઓપરેટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મતદાતા યાદીમાં વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદાતા યાદી માં મોટી ગડબડ સામે આવી છે.