ઉત્તર પ્રદેશમાં યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના પ્રથમ દિવસે કન્નૌજ જિલ્લામાં પોલીસ ભરતીમાં પરીક્ષા આપનારા એક પરીક્ષાર્થીનું પ્રવેશપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ પ્રવેશ પત્રને લઇને અધિકારી પરેશાન રહ્યાં હતા જ્યારે આખા રાજ્યમાં આ પ્રવેશ પત્ર ચર્ચાનો વિષય બન્યું હતું. આ પ્રવેશ પત્રમાં એવું તો શું હતું આવો આપણે
આ ઘટના કન્નૌજ જિલ્લાના તિર્વા કસ્બા વિસ્તારમાં આવેલી સોનેશ્રી બાલિકા મહાવિદ્યાલયની છે, અહીં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા યોજાઇ રહી હતી. આ પરીક્ષા કેન્દ્રમાં મહોબા જિલ્લાના પરીક્ષાર્થી અંકિતના પ્રવેશ પત્રમાં અંકિતની તસવીરની જગ્યાએ બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોનીની તસવીર છપાયેલી હતી. પ્રવેશ પત્ર પર સન્ની લિયોનીની તસવીરને કારણે કોઇએ પ્રવેશ પત્રને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.