ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ કહ્યું છે કે બોર્ડ અયોધ્યા વિવાદ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ નહીં કરે. બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે. ફારૂકીએ કહ્યું કે સૌ કોઇને ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ. મહત્વનું છે કે આ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ એક મુખ્ય પક્ષકાર છે.