સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત આવવાને લઇને હવે નવી અપડેટ સામે આવી છે. ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈ જનાર બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન હવે આવતા મહિને બે મુસાફરો વિના પરત ફરવાનું છે. નાસાએ પરત ફરવાની જાહેરાત કરી છે. ત્યાં સુધી તેમણે અવકાશમાં જ રહેવુ પડશે.
બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન હવે 6 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી એકલા ઘરે પરત ફરવા માટે તૈયાર છે. આ અવકાશયાન, બે અવકાશયાત્રીઓને લઈ લગભગ 6 વાગ્યાની આસપાસ પરિભ્રમણ કરતી પ્રયોગશાળાથી અલગ થશે અને મધ્યરાત્રિની આસપાસ ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ્સ સ્પેસ હાર્બર પર ઉતરાણ કરતા પહેલા લગભગ છ કલાક ઉંચાઈ પર વિતાવશે.