મે મહિનામાં ઈંગ્લેન્ડમાં શરૃ થનાર વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે ભારતને પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે. પણ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કરે અલગ મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું છે કે, મારા મતે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ ભારત નહી પણ ઈંગ્લેન્ડ છે.
ગાવસ્કરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ ઘર આંગણે રમી રહ્યું છે, એટલે જ વર્લ્ડ કપ જીતવા માટે હોટફેવરિટ છે એમ નથી. હું છેલ્લા કેટલાક વર્ષોથી ઈંગ્લેન્ડની ટીમને અલગ એપ્રોચ સાથે વન ડે રમતા જોઈ રહ્યો છું. તેમનો આ એપ્રોચ જ તેમને આગામી વર્લ્ડકપમાં સૌથી ડેન્જરસ ટીમ બનાવી દેશે.
ભારતની દાવેદારીને પણ મજબૂત ગણાવતા ગાવસ્કરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ પછી વર્લ્ડકપ જીતવા માટે કોઈ સક્ષમ ટીમ હોય તો તે ભારત છે. ભારત છેલ્લા બે વર્ષથી ઈંગ્લેન્ડમાં રમ્યું છે અને ટીમ ઈન્ડિયાને આ અનુભવ વર્લ્ડ કપના મેગા મુકાબલામાં ચોક્કસ ઉપયોગી સાબિત થશે.
ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સાથે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પણ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી શકે છે તેવું ગાવસ્કરે ઉમેર્યું હતું.