સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવમાં રૂ.1 નો વધારો થયો છે. તો 250 MLની દૂધની થેલી તથા 500 ML છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો છે.