સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ આખરે આવી ગયું છે. માનસિંહ પટેલ પ્રમુખ બન્યા છે, અને રાજુ પાઠક ઉપપ્રમુખ બન્યા છે. કોંગ્રેસ ઉમેદવારી ન નોંધાવે તો બિનહરીફ રીતે નામ જાહેર થવાના હતા, અને એવું જ થયું છે. માનસિંહ પટેલ અને રાજુ પાઠકના હાથમાં સુમુલ ડેરી (sumul dairy) ના સત્તાની બાગડોર આવી છે. સુમુલમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર થાય તે પહેલાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપનાં ચૂંટાયેલા 12 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, સુમુલની ચૂંટણી સામે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જેમાં બે સરકારી પ્રતિનિધિની નિમણુંક સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.