રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરીને લીધે ઉનાળું વેકેશન લંબાવવાની માગ સરકારે ફગાવી દીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે શાળાઓમાં વેકેશન નહીં લંબાવવામાં આવે. શિક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે જો જરૂર પડશે તો બપોરની શાળાઓનો સમય સવારનો કરવામાં આવશે.