Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય સંવત્ ૧૮૩૭ના ચૈત્ર માસના શુકલ પક્ષની નવમી (તા.૨-૪-૧૭૮૧, સોમવાર) ની રાત્રિએ દસ ઘડી જતાં છપૈયામાં થયું. બાળપણમાં તેમનું નામ ઘનશ્યામ. પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિમાતા હતું. બાળપણમાં તેમણે કાલીદત્ત જેવા અનેક અસુરોનો નાશ કર્યો. ત્યારબાદ અનેક જીવોના ઉદ્ધારાર્થે સંસારનો ત્યાગ કરીને ૭ વર્ષ ૧ માસ, ૧૧ દિવસ સુધી પગપાળા તીર્થાટન કરતાં કરતાં ભારતમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ત્યારે તેઓ નિલંકઠવર્ણીના નામે ઓળખાયા.

પીપલાણા મુકામે શ્રી રામાનંદ સ્વામીએ ૧૮૫૭ના કારતક સુદ અગિયારસ (તા.૨૮-૧૦-૧૮૦૦)ના શુભદિને વર્ણીને ભાગવતી મહાદીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામો પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.

સંવત્ ૧૮૫૮માં કાર્તિક સુદ એકાદશી તા.૧૬-૧૧-૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપ્રત કરી પોતાનો સત્સંગ સમુદાય સોંપ્યો અને સર્વેને આ સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનો આદેશ આપ્યો. ત્યારે સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે બે વરદાન માગ્યાં (૧) તમારા ભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તેને બદલે એ દુઃખ રુંવાડે-રુંવાડે અમને થાઓ પણ તમારા ભક્તને ન થાઓ. (૨) તમારા ભક્તને કર્મમાં રામપતર આવવાનું લખ્યું હોય તો તે રામપતર અમને આવે, પણ તમારો ભક્ત અન્ન, વસ્ત્રે દુઃખી ન થાય.

આવાં પરોપકારી વરદાનો રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને આપ્યાં. સંવત્ ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા તેના ચૌદમાના દિવસે સહજાનંદ સ્વામીએ પોતાનું સર્વોપરી એવું *‘સ્વામિનારાયણ’* નામ પ્રસિદ્ધ કર્યું. જે સ્વામિનારાયણ નામ લે તેને સમાધિઓ થવા લાગી. એવો પ્રૌઢ પ્રતાપ સ્વામિનારાયણ નામનો બતાવ્યો. ત્યારથી સૌ સંતો-હરિભક્તો સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યા અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાય વિશ્વમાં પ્રસિદ્ધિને પામ્યો અને ત્યારપછી  સહજાનંદજી સ્વામીને સૌ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખવા લાગ્યા.

સમાજમાં ઘર કરી ગયેલા વ્યસનોમાં ફસાયેલા અફીણને કસુંબા ઘોળતા મદ્યપાન કરતા લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સદુપદેશથી વ્યસનોથી મુક્ત કરી સંસ્કારી, સત્સંગી અને સાચા અર્થમાં માનવજીવન જીવતા કર્યા. તેઓશ્રીના આવા ઉત્તમ કાર્યથી પ્રભાવિત થયેલ તે વખતના અંગ્રેજ ગર્વનર સર માલ્કમે રાજકોટ આવી મોટો સત્કાર સમારંભ યોજી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું આદરપૂર્વક ભાવથી સન્માન કર્યું. સર માલ્કમે જણાવ્યું કે, સરકાર જે કાર્ય કાયદા, કાનૂનથી નથી કરી શકતી તે કાર્ય સ્વામી સહજાનંદજી મહારાજે પ્રેમ અને પોતાના આદર્શ વર્તન તેમજ પ્રૌઢ પ્રતાપ અને ઐશ્વર્યથી કરી બતાવ્યું છે. સાચે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને અશક્ય કામ શક્ય કર્યું છે. તદ્ઉપરાંત તે સમયના વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જનહિતાર્થનાં કાર્યો અને સમાજોન્નતિને બિરદાવતાં કહ્યું હતું કે, જનતાને વ્હેમના જાળાં, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનાદિકથી મુક્ત કરવી હોય તો દરેક ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં મંદિર બાંધવા જોઈએ. રાજ્ય કાયદા કાનૂનથી જે કાર્ય નથી કરી શક્યું તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ ઉપદેશો અને કાર્યો કરી શક્યાં છે. આ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને જનસમાજમાં નીચલા થરને પણ વ્યસનમુક્ત બનાવી સમાજમાં સારું સ્થાન આપ્યું અને સર્વ પ્રજા પ્રત્યે સમભાવી રાખી. ઉચ્ચ-નીચના ભેદભાવ વિના સર્વને પ્રેમથી અપનાવ્યા. તેઓશ્રીના સમભાવયુક્ત વર્તનથી આકર્ષાઈ ખોજા, મુસલમાન, પારસી, જૈન આદિ સર્વજનો તેઓશ્રી પ્રત્યે આદરભાવ રાખતા. સુરતમાં અરદેસર પારસીના પ્રેમને વશ થઈ તેમને પોતાની પાઘ અને છડી ભેટમાં આપ્યાં હતાં. આજે પણ લોકો કારતક સુદ બીજના દિવસે તે પાઘનાં દર્શન કરી પાવન થાય છે.

લૂંટફાટથી પ્રજાને રંજાડતા અને આખાય ગુજરાતમાં કાળો કેર વર્તાવનાર ઉપલેટાના વેરાભાઈ અને વડતાલના નામચીન લૂંટારા જોબનપગી વગેરેને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના અલૌકિક ઐશ્વર્યથી સદાચારી બનાવ્યા.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની રચના કરી અને તેના ૨૧૨ શ્લોકમાં સુખી થવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ તે સમજાવ્યું. ગૃહસ્થ હરિભક્તોને દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, એક પત્નીવ્રત રાખવું, વટલવું નહીં ને વટલાવવું નહીં આદિ નિયમો આપ્યાં અને ત્યાગી સંતોને નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ આદિ પંચ વર્તમાન આપ્યાં. ત્યાગીએ સદાયને માટે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો અને આ પ્રમાણે જે વર્તે તે જ સુખી થશે અને તે જ અમારા ગૃહસ્થ કે ત્યાગી સંતો-ભક્તો ગણાશે એવી સ્પષ્ટ આજ્ઞા કરી. આ ઉપરાંત વચનામૃત, સત્સંગિજીવન, ભકત ચિંતામણિ આદિ અનેક સત્શાસ્ત્રની રચના કરી અને સંતો પાસે કરાવી છે.

ભારતીય સંસ્કૃતિના જે ધાર્મિક સંસ્કારો છે તે અખંડ ટકી રહે અને પ્રજામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઉદિત થાય અને તેને પોષણ મળ્યા કરે તે માટે શહેરો-શહેર અને ગામો-ગામ મંદિરો અને માણસોના જીવન ઘડતર માટે સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્.શ્રી મુક્તાનંદ સ્વામી, સદ્.શ્રી નિત્યાનંદ સ્વામી, સદ્.શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્.શ્રી શુકાનંદ સ્વામી, શ્રી જીવનપ્રાણ અબજી બાપાશ્રી, અજોડમૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા, નીડર સિદ્ધાંતવાદી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા - સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાનો અખંડ વારસો આપ્યો.  આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર ૨૮ વર્ષના ટૂંકા સમયમાં સમાજને સદાચારી, સુવિચારી બનાવી રોનક બદલી નાખી છે.

આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજે જેઠ સુદ દસમ - ગંગાદશહરા, તા.૧-૬-૨૦૨૦ ને સોમવારના  દિને ૧૯૦ મા અંતર્ધાન દિને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં અંતર્ધાનોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. તો આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સહ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને ચીંધેલા આધ્યાત્મના રાહે ચાલી જીવનને કૃતાર્થ બનાવીને આત્યંતિક કલ્યાણ પામીએ તેવો શુભ સંદેશ સહુને પાઠવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ