પૂર્વ બ્યૂરોક્રેટ્સ સુખબીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર બનાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને નામો પર મહોર લાગી છે. જોકે, ચૂંટણી પંચે અનૂપ ચંદ્ર પાંડેના રિટાયર થવા અને ગત અઠવાડિયે અરૂણ ગોયલના રાજીનામાં બાદ બે જગ્યા ખાલી પડી હતી. લોકસભા ચૂંટણીના એલાનના થોડા સમય પહેલા માત્ર ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બચ્યા હતા. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી પેનલની બેઠક બોલાવાઈ હતી. આ અંગે નોટિફિકેશન પર બહાર પડાયું છે.