સરકારે આજે જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટર માટે અ સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં ૦.૨૦ ટકા અને ત્રણ વર્ષની ટર્મ ડિપોઝીટ સ્કીમના વ્યાજ દરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે
જો કે સરકારે અન્ય સેવિંગ સ્કીમના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. નાણા મંત્રાલયના સર્ક્યુલર અનુસાર સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર ૮ ટકાથી વધારી ૮.૨ ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ૩ વર્ષની ટર્મ ડિપોઝીટનો વ્યાજ દર સાત ટકાથી વધારી ૭.૧ ટકા કર્યો છે.