સોમાલિયામાં આત્મઘાતી હુમલો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આત્મઘાતી હુમલો થયો છે. એક સૈન્ય ચોકી પર થયેલા આ હુમલામાં બે નાગરિક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ જાણકારી સોમાલિયા પોલીસ તરફથી મળી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે ઈસ્લામિક ગ્રુપ અલ-શબાબના આતંકીઓએ આ હુમલો કર્યો છે. સમાચાર એજન્સી તરફથી મળતી માહિતી મુજબ ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું કે હુમલાખોરો મોગાદિશુના પશ્ચિમી વિસ્તારમાંથી સીલાશા-બિયાહા સૈન્ય ચોકી તરફ વિસ્ફોટક ભરેલુ એક વાહન લઈને ગયા. ત્યારબાદ ત્યાં મોટો વિસ્ફોટ થયો.