પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લાના જાની ખેલ જનરલ વિસ્તારમાં લશ્કરી કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં નવ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર "મોટરસાઈકલ પર સવાર એક આત્મઘાતી બોમ્બરે લશ્કરી કાફલા જોડે પોતાને વિસ્ફોટ કરીને ઉડાવી લીધો".