દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના ફેયરહામથી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ભારતીય મૂળના બેરિસ્ટર સુએલા બ્રેવરમેનને મંગળવારે બ્રિટનના નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 42 વર્ષીય બ્રેવરમેન તેમની ભારતીય મૂળની સહકર્મી પ્રીતિ પટેલનું સ્થાન લેશે.
બ્રેવરમેન અત્યાર સુધી બોરિસ જોનસન નીત સરકારમાં અટાર્ની જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમને નવા નિયુક્ત વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.