ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 10 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે અને ત્યાર બાદ યોગી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવી શકશે. સૂત્રો અનુસાર આ વિસ્તરણમાં અનેક મંત્રીઓને હટાવવામાં આવી શકે છે અને નવા તથા યુવા ચહેરાઓને તક આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને પણ યોગી સરકારની કેબિનેટમાં શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.