નવા વર્ષમાં શેરબજાર આકર્ષક ખૂલ્યા બાદ નવા સપ્તાહની શરૂઆત નકારાત્મક રહી છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 1100થી વધુ પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિફ્ટી50 પણ 350થી વધુ પોઈન્ટ તૂટ્યું છે.
11.50 વાગ્યે નિફ્ટી 361 પોઈન્ટ તૂટી 23643.75 પર જ્યારે સેન્સેક્સ 1139.75 પોઈન્ટ તૂટી 78083.36 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, મેટલ, રિયાલ્ટી, પાવર શેર્સમાં મોટા ગાબડાં સાથે શેરબજાર કડડભૂસ થયા છે.