વડાપ્રધાન નરેન્દ્ર મોદએ 15મી ઓગસ્ટના રોજ દેશને સંબોધિત કરતાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હોવો જોઈએ એવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં દેશમાં દરેક ધર્મ માટે અલગ-અલગ કાયદા છે, જેને બદલીને એક જ કાયદો બનાવવો જોઈએ. જેને લઇને હવે મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે તેઓ આ વાત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે મુસ્લિમો માટે શરિયા કાયદો ખૂબ જ મહત્વનો છે અને તેઓ તેને બદલવા માટે તૈયાર નથી.