ભારતે બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરતા બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ પાંચનું સફળ પરીક્ષણ કર્યુ. આ મિસાઇલની રેન્જ પાંચ હજાર કિલોમીટર માનવામાં આવે છે. તેને એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લોન્ચ કરવામાં આવ્યું. ભારતે બુધવારે સાંજે સાત અને ૫૦ વાગે અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ. જો કે ભારતે જણાવ્યું હતું કે તેની નીતિ હંમેશા પહેલો હુમલો નહી કરવાની રહેવાની છે. પણ ભારત પોતાની તાકાત વધારવા માટે પૂરેપૂરુ જોર લગાવી રહ્યું છે. આમ અગ્નિ-પાંચની એન્ટ્રીથી ભારતની તાકાત અનેકગણી વધી ગઈ છે. ચીનથી લઈને પાકિસ્તાન તેનાથી બેચેન બની ગયા છે.