ભારતે આજે સવારે સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજસ્થાનના પોખરણ (Pokhran) માં નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો છે.
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત આ દેશી મિસાઈલની અંતિમ ટ્રાયલ પોખરણમાં સવારે 6.45 વાગે કરવામાં આવ્યું. નોંધનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે અને આ પ્રકારની મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ અલગ પ્રકારના ટ્રાયલ થાય છે.
આ અગાઉ પણ નાગ મિસાઈલના અન્ય અનેક ટ્રાયલ થયા છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ અલગ રીતે નાગ મિસાઈલોનું પરીક્ષણ થયું છે. જેમાં અચૂક નિશાન સાધવાની ક્ષમતા છે અને દુશ્મનના ટેન્કને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. તે વજનમાં પણ ખુબ હળવી હોય છે.