ભારત અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. બપોરે 2 કલાક 43 મિનિટ પર ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા આજે ચંદ્રયાનની બાહુબલી રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
રંગોના 24 અલગ અલગ શેડ્સ દ્વારા આ રંગોળી 24 કલાકના અંતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન 2ની સફળતા પૂર્વકની લોન્ચિંગ પર વિશ્વ આખાની નજર હતી. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ પણ છે. ત્યારે સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.