વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા. તેમની સાથે 57 મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ યાદીમાં પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં જયશંકરને સામેલ કરવાના પાછળના ઘણા અર્થ નીકળે છે. દક્ષિણ એશિયામાં ચીન અને પાકિસ્તાન સાથે લડવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે.
એસ જયશંકર વિષે જાણવા જેવું
એસ જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ પદે રહ્યા હતા. આ પહેલા તેઓ સિંગાપુરમાં હાઇકમિશ્નર તેમજ ચીન અને અમેરિકામાં રાજદૂત પદો પર રહી ચુક્યા છે. તેમણે ભારત-અમેરિકા પરમાણુ કરારમાં પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી. અમેરિકામાં રાજદૂતના પદે રહીને કરેલી પ્રશંસનિય કામગીરીએ તેમને વિદેશ સચિવ પદ સુધી પહોંચાડ્યા હતા.