પશ્ચિમ બંગાળનાં હડતાલ પર ઊતરેલા ડોક્ટરોને સુરક્ષા આપવાની તેમજ અન્ય માગણીઓ સ્વીકારવાની બંગાળનાં સીએમ મમતા બેનરજીએ ખાતરી આપ્યા પછી છેલ્લા ૭ દિવસથી હડતાલ પર ઊતરી ગયેલા ડોક્ટરોએ તેમની હડતાલ સમેટવા સંમતિ દર્શાવી હતી. જો કે NRS હોસ્પિટલ જઈ સાથીઓ સાથે વાતચીત કરીને તેઓ નિર્ણય જાહેર કરશે તેવી સ્પષ્ટતા કરી હતી. મમતાએ ડોક્ટરોની માગણી સામે શરણાગતિ સ્વીકારી હતી. રાજ્યની દરેક મેડિકલ કોલેજનાં બબ્બે પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરવા સંમતિ દર્શાવી હતી. જેમાં મીડિયાને હાજર રાખવાની ડોક્ટરોની માગણી પણ મમતાએ સ્વીકારી હતી.