ગાંધીનગરના CRPF કેમ્પમાં એક સબ ઇન્સ્પેક્ટરે આપઘાત કર્યો છે. મળતી માહિતી અનુસાર સબ ઇન્સ્પેક્ટરે પોતાની જ ગનથી ગોળી મારી હોવાનો અહેવાલ સામે આવ્યા છે. વિગતવાર સમાચાર મુજબ ગાંધીનગરમાં CRPF કેમ્પમાં ફરજ બજાવતા 59 વર્ષીય સબ ઇન્સ્પેક્ટર કિશન રાઠોડે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ.
સબ ઇન્સ્પેક્ટરે પોતાની સર્વિસ ગન AK47થી ગોળી મારીને મોતને વ્હાલું કર્યું હતુ. જો કે તેઓએ આપઘાત કેમ કર્યો તેનું કારણ હજુ અકબંધ છે. મૂળ દસક્રોઇના બિલાસિયા ગામના રહેવાસી કિશન રાઠોડ આગામી થોડા સમયમાં જ રિટાયર થવાના હતા. અને બે દિવસ પહેલાં જ તેઓેએ પોતાના ઘરે જઇને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. જોકે તેઓએ આપઘાત કેમ કર્યો તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.