સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ કરી દેવામાં આવી હોવાથી ગત વર્ષે છેલ્લી વખત સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.
જોકે પૂરક પરીક્ષા આપનાર પૈકી પણ ૨૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા હતા. માટે આ વિદ્યાર્થીઓને સેમેસ્ટર સિસ્મટ પ્રમાણે પરીક્ષા આપી પાસ થવા માટે બોર્ડ દ્વારા વધુ એક તક આપવામાં આવશે. જેના માટે આગામી એપ્રિલ મહિનામાં બોર્ડ દ્વારા પરીક્ષા ગોઠવવામાં આવશે તેવું બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યાં છે.