JEE-NEET પરીક્ષાઓના આયોજન સામે દેશભરમાંથી ઊઠેલા વિરોધવંટોળનો જવાબ આપતાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે ગુરુવારે જણાવ્યું હતું કે, મોટી બહુમતીમાં રહેલા શાંત વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાઓ આપવા ઇચ્છે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર જનરલે મને માહિતી આપી છે કે જેઇઇમાં નોંધાયેલા ૮.૫૮ લાખ પરીક્ષાર્થીઓમાંથી ૭.૫ લાખે તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધાં છે. નીટ માટે નોંધાયેલા ૧૫.૯૭ લાખ પરીક્ષાર્થીઓમાંથી ૧૦ લાખ કરતાં વધુએ છેલ્લા ૨૪ કલાકમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યાં છે. જે બતાવે છે કે વિદ્યાર્થીઓ કોઈપણ ભોગે પ્રવેશ પરીક્ષાઓ આપવા માટે તૈયાર છે.