ઉત્તરપ્રદેશના બલિયાની જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં સ્નાતકની પરીક્ષાઓમાં ચોરી કરવા દેવાતા કેટલાક વિદ્યાર્થીઓએ તોડફોડ કરી હતી. જિલ્લાના નગરા વિસ્તારના તાડીબડા ગામમાં આવેલી શ્રી અનિરુદ્ધ કોલેજમાં શુક્રવારે સવારની પાળીમાં કોલેજના પ્રથમ વર્ષના પરીક્ષાર્થીઓએ ઈંટ-પથ્થર વડે તોડફોડ કરી હતી. કોલેજના પ્રશાસને તેને ચોરી કરતા રોકવાનું કારણ બતાવ્યું, તો પરીક્ષાર્થીઓનો આરોપ છે કે કોલેજમાં ખોટી રીતે ‘સુવિધા ફીસ’ વસૂલવામાં આવે છે.